મૌની રોયે તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્ન પછીની કેટલીક તસ્વીરો શેર કરી છે. જેમાં બંને ફોટોશૂટ કરતા જોવા મળે છે. લગ્નની વિધિમાં બંને રિવાજોને અનુસરીને એકબીજાના બની ગયા હતા.
સૂરજ અને મૌની એકબીજા સાથે ખૂબ જ ખુશ અને હસતાં જોવા મળે છે. તેની તસવીરોમાં તેના પરિવારના લોકો પણ છે જે લગ્ન દરમિયાન હાજર હતા.
મૌની રોયે લગ્ન પછીના ફોટોશૂટની તે તસવીર શેર કરી છે જેમાં તેનો પતિ સૂરજ નામ્બિયાર તેના ગાલ પર કિસ કરી રહ્યો છે. આ ફોટોમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
બંનેએ ગોવામાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં એકબીજા સાથે લગ્ન કર્યા. તેણે બે મલયાલમ અને બંગાળી રીતિ-રિવાજોથી લગ્ન કર્યા છે.
મૌનીના લગ્ન બાદ તેને ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી બંને તરફથી અભિનંદન મળી રહ્યા છે. આલિયા ભટ્ટે પણ ઈન્સ્ટાગ્રામ પર સુંદર નોંધ લખીને બંનેને શુભેચ્છા પાઠવી છે.