
વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેતી અને ખેડૂતને સહન કરવું પડે નહિ તે માટે રાજ્ય સરકારે કૃષિ માટે 10 કલાક વીજળી આપવા અને જરૂર પડે સિંચાઇ માટે નહેરોમાં પાણી છોડવા નિર્ણય લીધો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ પ્રસંગે સાસંદ શારદા પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર,ધારાસભ્ય સર્વે કીરીટ પટેલ,મુકેશ પટેલ,સુખાજી ઠાકોર,કરશન સોલંકી,સરદાર ચૌધરી, પુર્વ ગૃહમંત્રી રજની પટેલ,અગ્રણી ગીરીશ રાજગોર સહિત ઊઁઝા શહેર,તાલુકા,મહેસાણા અને પાટણ જિલ્લાના પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.