
જો આપણે પાવરટ્રેન વિશે વાત કરીએ તો, મારુતિ સુઝુકી Invictoમાં ઇનોવા હાઇક્રોસનું 2.0 લિટર પેટ્રોલ એન્જિન ઇલેક્ટ્રિક મોટર સાથે આપવામાં આવ્યું છે જે એકસાથે 186 bhpનો મહત્તમ પાવર અને 206 Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.

આ કારમાં 10.1-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 7-ઇંચની સંપૂર્ણ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને એમ્બિયન્ટ લાઇટિંગ ફીચર્સ તરીકે આપવામાં આવી છે. આ સિવાય સુરક્ષા માટે કારમાં 6-એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને 360-ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

મારુતિ Invicto 9.5 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. તો મારુતિ સુઝુકી Invictoની પ્રમાણિત માઇલેજ 23.24 કિલોમીટર પ્રતિ લિટર છે.

ભારતીય બજારમાં મારુતિ સુઝુકી Invictoની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 25.21 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલ માટે 28.92 લાખ રૂપિયા સુધીની છે.
Published On - 5:23 pm, Tue, 7 January 25