
49kWh બેટરી વિકલ્પની ડ્રાઇવિંગ રેન્જ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું જાહેર થયું છે કે 61kWh બેટરી વેરિઅન્ટ 500 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ પ્રદાન કરશે. કંપનીએ આ કારની પ્રાઈઝ હજુ જાહેર કરી નથી પણ મળતી માહિતી મુજબ તેની કિંમત 17 લાખની આસપાસ હોવાની શક્યતા છે.

મારુતિ સુઝુકી Vitaraના ઇલેક્ટ્રિક વર્ઝનમાં ગ્રાહકોની સુરક્ષા માટે 7 એરબેગ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, કંપની ડ્રાઇવરની સીટ નીચે એરબેગ પણ આપશે જેથી અકસ્માત દરમિયાન ઘૂંટણને ઇજા ન થાય. આ ઉપરાંત, સલામતી માટે આ કારમાં લેવલ 2 ADAS ફીચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે.
Published On - 3:01 pm, Sat, 18 January 25