
મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મલાઈકા ખૂબ જ માસૂમ અને ક્યૂટ લાગી રહી છે. તેણે તેના ચાહકોને કહ્યું છે કે તેની આ તસવીર ફિલ્ટર વગરની છે. તેની આ તસવીરો પર ફેન્સની સાથે સેલેબ્સની કમેન્ટ્સ પણ આવી રહી છે.

Malaika Arora (File Photo)

સાથે જ આ ફોટો પર ફેન્સની કમેન્ટ્સ પણ સતત આવી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટલાક તેને સુંદર કહી રહ્યા છે તો કેટલાક તેમને પોતાનો ક્રશ કહી રહ્યા છે.

મલાઈકા અરોરા આજકાલ અર્જુન સાથેના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેની અને અર્જુનની તસવીરોનો દબદબો છે.

મલાઈકા હાલમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી દૂર ટીવીની દુનિયામાં પોતાની હાજરી નોંધાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તે જુદા જુદા રિયાલિટી શોમાં જજની ભૂમિકા નિભાવતી જોવા મળી રહી છે.