પરિવાર સાથે બનાવો કચ્છના સફેદ રણ ફરવા જવાનો પ્લાન, IRCTC ટુર પેકેજમાં કરાવો બુકિંગ
આ ટુર પેકેજની શરૂઆત મહારાષ્ટ્રના મુંબઈથી થશે. આ એક ટ્રેન ટૂર પેકેજ છે એટલે કે તમને ટ્રેન દ્વારા મુંબઈથી ગુજરાતના ભુજ સુધી લઈ જવામાં આવશે. આ ટુર પેકેજમાં તમને સેકન્ડ AC કોચમાં મુસાફરી કરવા મળશે. પેકેજમાં તમને કચ્છના રણના ટેન્ટ સિટીમાં રહેવાની તક મળશે. આ પેકેજ 5 દિવસ અને 4 રાત્રિ માટેનું છે.
1 / 5
ગુજરાતના કચ્છનું સફેદ રણ ભારતના ફેમસ ટુરિસ્ટ પ્લેસમાંથી એક છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં ફરવા માટે આવે છે. IRCTC પ્રવાસીઓ માટે ગુજરાતના સફેદ રણનું ટુર પેકેજ લાવ્યું છે. આ પેકેજનું નામ છે Poornima Pe Rann-White Rann Resorts.
2 / 5
આ ટુર પેકેજની શરૂઆત મહારાષ્ટ્રના મુંબઈથી થશે. આ એક ટ્રેન ટૂર પેકેજ છે એટલે કે તમને ટ્રેન દ્વારા મુંબઈથી ગુજરાતના ભુજ સુધી લઈ જવામાં આવશે.
3 / 5
આ ટુર પેકેજમાં તમને સેકન્ડ AC કોચમાં મુસાફરી કરવા મળશે. પેકેજમાં તમને કચ્છના રણના ટેન્ટ સિટીમાં રહેવાની તક મળશે. આ પેકેજ 5 દિવસ અને 4 રાત્રિ માટેનું છે. પેકેજમાં તમને બે દિવસ બ્રેકફાસ્ટ, બે લંચ અને 2 ડિનર આપવામાં આવશે.
4 / 5
આ ઉપરાંત ભુજના ટુરિસ્ટ પ્લેસ પર ફરવા જવા માટે બસની સુવિધા મળશે. આ પેકેજમાં તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સુવિધા આપવામાં આવી રહી છે. આ પેકેજ 24 જાન્યુઆરી, 2023 ના રોજ શરૂ થશે.
5 / 5
આ ટુર પેકેજમાં જો એક વ્યક્તિ હશે તો પ્રતિ વ્યક્તિ 38,485 રૂપિયા ચૂકવવા પડશે. બે લોકો માટે વ્યક્તિ દીઠ 24,975 રૂપિયા અને ત્રણ લોકો માટે પ્રતિ વ્યક્તિ 23,000 રૂપિયા ચૂકવવા પડશે.