
સાબરમતી આશ્રમ ખાતે એક વિદેશી મહેમાન ચરખો કાંતતા જોવા મળ્યા. બીજી તરફ લોકો ગાંધીજીના જીવન મૂલ્યોની માહિતી મેળવતા પણ જોવા મળ્યા.

ખાસ કરીને મહારાષ્ટ્ર થી આવેલ એક યુગલ ખૂબ જ ભાવ સ્વરૂપે ગાંધીજી એ ઉપયોગમાં લીધેલ ઘર સામગ્રી અંગે માહિતી મેળવી હતી.

સાબરમતી આશ્રમ હાલમાં ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે, મહત્વનુ છે કે આ આશ્રમ ગાંધીના ઇતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામનો પણ સાક્ષી છે.

ગાંધી આશ્રમના પ્રાંગણમાં આવેલ ગાંધીજીની મૂર્તિની આસપાસ લોકો પોતાની યાદગીરી સ્વરૂપે ફોટા પડાવતા પણ જોવા મળ્યા જેમાં કેટલાક વિદેશી મહેમાનો પણ હતા.

ત્રણ મુસ્લિમ બહેનોએ ગાંધીજીના ત્રણ વાનરોની પ્રતિકૃતિ સમાન પોતાની જાતને રાખીને ગાંધીજીની મૂર્તિ સાથે ફોટો પડાવ્યો હતો.
Published On - 4:00 pm, Mon, 2 October 23