
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં સલમાને એક અનોખા પ્રેમીની ભૂમિકા ભજવી હતી. આમાં તેની સાથે ઐશ્વર્યા રાય હતી.

સલમાનની ફિલ્મી કરિયરની સૌથી મહત્વની ફિલ્મ 'વોન્ટેડ' હતી. આ ફિલ્મથી સલમાને એક્શન હીરો તરીકે પુનરાગમન કર્યું અને પછી પાછળ વળીને જોયું નથી.

સલમાનની 2010માં આવેલી વીર તેના ડ્રીમ પ્રોજેક્ટ્સ પૈકી એક હતી. આ ફિલ્મમાં સલમાને યોદ્ધાની ભૂમિકા ભજવી હતી.

સલમાન ખાનના ફિલ્મી કરિયરનો સૌથી શાનદાર અભિનય 'બજરંગી ભાઈજાન'માં જોવા મળ્યો હતો.આ ફિલ્મ સલમાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મમાં સલમાન ખાનના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આમાં તે પંજાબી પોલીસના રોલમાં છે.

સલમાન ખાને 'એક થા ટાઈગર' કરીને બધાને નવો લુક બતાવ્યો, આ ફિલ્મમાં તે જાસૂસની ભૂમિકામાં હતો. તેનો લુક આજે પણ ફેન્સને પસંદ છે.

એક્શન થ્રિલર ફિલ્મ કિકમાં સલમાન અલગ અંદાજમાં અને લુકમાં જોવા મળ્યો હતો. ફ્રેન્ચ કટ દાઢી તેના પર સારી લાગી રહી હતી. આ ફિલ્મમાં જોરદાર એક્શન હતું.