મેરેજ ફંકશન્સમાં હાલ પ્રિવેડિંગ શુટની જેમ જ હવે લાઈવ વેડિંગ પેઈન્ટિંગનો વધી રહ્યો છે ક્રેઝ, નિહાળો સુરતના સુધા ઘેવરિયાની તસ્વીરો
પોતાના મેરેજને યાદગાર સંભારણુ બનાવવા લોકો ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરાવતા હોય છે. આજકાલ પ્રિવેડિંગ શુટનો પણ ક્રેઝ વધુ છે. જો કે આજકાલ એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે એ છે લાઈવ પેઈન્ટીંગનો ટ્રેન્ડ. સુરતના સુધા આર્ટીસ્ટ સુધા ઘેવરિયા જણાવે છે કે આ પેઈન્ટિંગને 5થી 7 કલાક થાય છે અને એક પેઈન્ટિંગના 20 હજાર રૂપિયા જેટલો ચાર્જ લે છે.
1 / 8
આજકાલ મેરેજ ફંકશન્સમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની જેમ લાઈવ પેઈન્ટિંગનો ટ્રેન્ડ શરૂ થયો છે. લાઈવ વેડિંગ પેઈન્ટીંગ અને વેડિંગ રંગોળી પણ ટ્રેન્ડમાં છે. જે લગ્નપ્રસંગમાં આવેલા મહેમાનો માટે નવુ નઝરાણુ બની રહ્યુ છે.
2 / 8
સુરતના આર્ટિસ્ટ સુધા ઘેવરિયા જણાવે છે કે લોકોને લોકોને નવું નવું જોઈતું હોય અને પૈસે ટકા સુખી લોકોમાં આ ટ્રેન્ડ બે-અઢી વર્ષથી જોવા મળે રહ્યો છે. આમાં એક તરફ કપલ ફેરા ફરી રહ્યું હોય છે તેના બીજી તરફ લાઇવ પેઇન્ટિંગ બનાવતા હોય છે. આ પેઈન્ટિંગમાં 5 થી 7 કલાક સમય લાગે છે એક પેઈન્ટિંગના 20,000 રૂપિયા જેટલા સુધાબેન લે છે.
3 / 8
લગ્ન કરાવનાર પંડિત, ફેરા ફરી રહેલા કપલની આજુબાજુ જે કોઈ સંબંધીઓ ઉભા હોય મંડપમાં જે વિધિ ચાલતી હોય તે બધાનો પેઈન્ટીંગમાં સમાવેશ કરાય છે. જેથી આખું ચિત્ર લાઈવ લાગે છે 5-6 વર્ષ પહેલા જૂજ લોકો જ આવુ લાઈવ પેઈન્ટિંગ કરાવતા હતા પણ હવે બે-અઢી વર્ષથી આનો ક્રેઝ વધવા લાગ્યો છે. મહેંદીના ફંકશન્સનું અને બર્થડે પાર્ટીનું પણ લાઈવ પેઈન્ટીંટગ બને છે.
4 / 8
લગ્નમાં આવતા મહેમાનોને નવું નઝરાણું આપવા મહેંદી ફંકશનમાં ગેસ્ટના 10થી 15 મિનિટના લાઈવ સ્કેય બનાવવામાં આવતા હોય છે.
5 / 8
આ ફંકશનમાં 4 કલાક જેટલા સમયમાં મહેમાનો મહેંદી કરાવતા હોય બંગડી પહેરતા હોય તેવા સ્ક્રેચ તૈયાર કરાય છે. જોકે સમય ઓછી હોવાથી સંખ્યા વધારે હોવાથી કલર નથી પુરાતા.
6 / 8
વેડિંગનું ઇવેન્ટ મેનેજમેન્ટ કરતા આર્ટિસ્ટને હાયર કરતા હોય છે. વેડિંગ રિસેપ્શનમાં એક જગ્યા પરથી ઉઠાવીને બીજી જગ્યા પર લઈ જઈ શકાય તેવી મુવેબલ રંગોળી બનાવાય છે.
7 / 8
વેડિંગ રંગોળી મોટાભાગે દુલ્હા-દુલ્હનના ફોર્ટ પરથી કરાય છે. તે કપલમાં જ થતી હોવાથી ક્યારેક તેમાં દુલ્હા-દુલ્હનના મધર-ફાધરને અને રાધા-કૃષ્ણની પણ રંગોળી કરાય છે. આવી રંગોળી મેરેજ કે રિસેપ્શનના હોલના પ્રવેશદ્વાર પર જેતે પ્રસંગના 6-7 કલાક પહેલા હવા ન આવે તેવી જગ્યા પર થાય છે. તે પ્લાય પર કરાતી હોવાથી તેને એક જગ્યા પરથી લઈ જઈ શકીએ છે.
8 / 8
આર્ટિસ્ટ સુધા ઘેવરિયા જણાવે છે કે તેઓ બાળપણમાં ભાઈઓને જોઈને રંગોળી અને ડ્રોઈંગ શીખ્યા છે. તેમણે ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યા હતો. જ્યારે લાઈવ પેઇન્ટિંગ કરતી હોય ત્યારે લગ્નમાં આવેલા મહેમાનોના મોઢામાંથી વાહ નીકળ્યા વિના રહેતુ નથી.