Gujarati News Photo gallery Lakshadweep Praful Patel is developing India's most beautiful island into a world class travel destination will leave the Maldives behind
એક ગુજરાતીનુ અભિયાન! ભારતના અતિ સુંદર ટાપુને world-class પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહ્યા છે, Maldives ને ભૂલાવી દેશે
India's most beautiful island: બ્લૂ વોટર ધરાવતો દરિયો અને 11 લાખ નારિયેળીના વૃક્ષો ધરાવતા બીચ પર અહીં સુંદર વોટર વિલાનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના વોટર વિલા તૈયાર કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
1 / 7
ભારતનો સંઘ પ્રદેશ લક્ષદ્વીપ ખૂબ જ સુંદર ટાપુઓનો સમુહ છે. અહીં સુંદર દરિયા કિનારો છે અને જેનુ બ્લૂ વોટર મન મોહી લેનારુ છે. અત્યંત સુંદર સ્થળને હવે પ્રવાસીઓને હવે વૈશ્વિક સ્તરે આકર્ષવામાં આવશે. લક્ષદ્વીપ હવે માલદીવને પણ હંફાવશે આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉભી કરવાનુ કાર્ય પૂરજોશથી ચાલી રહ્યુ છે. આ કાર્યનુ બીડુ એક ગુજરાતીએ ઝડપ્યુ છે.
2 / 7
ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રફુલ પટેલ હાલમાં લક્ષદ્વીપના પ્રશાસકના પદ પર છે. પ્રફુલ પટેલ વિકાસ કરવા માટે પહેલાથી જ જાણિતા છે અને તત્કાલીન નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાન પદની સાશન ધરાવતી ગુજરાત સરકારમાં તેઓએ આ છાપ ઉભી કરી હતી. તેમના મત વિસ્તારનો તેઓએ ટૂંકા ગાળામાં કાયાપલટ કર્યો હતો અને હવે તેઓ ભારતના સુંદર ટાપુને પ્રવાસીઓનુ મન મોહી લે એવો બનાવવા માટે પ્રયાસ શરુ કર્યો છે.
3 / 7
લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ સાબરકાંઠાના હિંમતનગરના છે, તેઓએ એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, લક્ષદ્વીપને વૈશ્વિક સ્તરનુ પ્રવાસ સ્થળ બનાવવા માટેના મજબૂત ઈરાદા સાથે અભિયાન ચલાવી રહ્યા છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમ મુજબ તેઓએ સુંદર લક્ષદ્વીપને પ્રવાસ સ્થળ તરીકે વિકસાવી રહ્યા છે.
4 / 7
લક્ષદ્વીપમાં અત્યાર સુધી મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટની સમસ્યા હતા. આ સમસ્યાને હવે દૂર કરવામાં આવી છે. ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક સુવિધા ઝડપી બનાવવામાં આવી છે. જેથી પ્રવાસીઓને અગવડતા ના રહે.
5 / 7
બ્લૂ વોટર ધરાવતો દરિયો અને 11 લાખ નારિયેળીના વૃક્ષો ધરાવતા બીચ પર અહીં સુંદર વોટર વિલાનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના વોટર વિલા તૈયાર કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જેના દ્વારા પ્રવાસીઓ માલદીવને ભૂલી જશે. લક્ષદ્વીપથી માલદીવ વચ્ચે મિનિટોનુ જ અંતર રહેલુ છે. આમ સસ્તા પ્રવાસ સાથે વિશ્વના સુંદર સ્થળો પૈકી એક ટાપુની મોજ માણવાનો આનંદ દેશ વિદેશના પ્રવાસીઓને મળશે.
6 / 7
લક્ષદ્વીપના એરપોર્ટને વધારે મોટુ અને આધુનિક બનાવવામાં આવી રહ્યુ છે. વિશાળ પ્રોજેક્ટ હેઠળ વિશાળકાય વિમાન ઉતરી શકે એ માટે ત્રણ બાજુએ બ્લૂ વોટર ધરાવતા દરિયા વચ્ચે રન-વે સહિતનુ એરપોર્ટ આકાર લઈ રહ્યુ છે.
7 / 7
અહીં ક્યૂબા ડાઈવ કરવા માટે હાલ પણ વિશ્વભરમાંથી પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. ખૂબ જ સુંદર દરિયા કિનારાની નિચે પણ ખૂબ જ સુંદરતા છુપાયેલી છે જેને પ્રવાસીઓ માણતા હોય છે.
Published On - 10:27 pm, Tue, 6 June 23