શ્રદ્ધા આર્યાની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેના ઘણા ફેન્સ અને સેલિબ્રિટી મિત્રો તેને અભિનંદન આપી રહ્યા છે. રિદ્ધિમા પંડિત, દીપ્તિ ભટનાગર, પવિત્ર પુનિયા, માહી વિજ, ધીરજ ધૂપર જેવા ઘણા કલાકારોએ શ્રદ્ધાને માતા બનવા પર કોમેન્ટ કરી અને અભિનંદન પાઠવ્યા છે. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધાએ 2021માં નેવી ઓફિસર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 3 વર્ષ બાદ હવે ખુશીએ તેમના દરવાજે દસ્તક આપી છે.