KTMની આ શાનદાર બાઇક હજારો રૂપિયા થઈ સસ્તી, જાણો કેટલી છે નવી કિંમત
સસ્તા ભાવે KTM બાઇક ખરીદવા માટે એક શાનદાર ઓફર છે. KTM 250 Duke હાલ સસ્તું થયું છે. આ બાઇકમાં TFT ડિસ્પ્લે અને KTM 390 Duke જેવી હેડલાઇટ પણ છે. ત્યારે KTM 250 Dukeની નવી કિંમત કેટલી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
1 / 5
ભારતમાં KTM બાઇકના ચાહકોની કમી નથી. KTM બાઇક યુવાનોમાં જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે. જો તમે પણ નવું KTM ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ બાઇક હજારો રૂપિયાની સસ્તી કિંમતે મળશે.
2 / 5
કંપનીએ KTM 250 Dukeની કિંમતમાં 20,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જો કે, તમે આ ઓફરનો લાભ 31 ડિસેમ્બર 2024 સુધી જ મેળવી શકશો.
3 / 5
આ ડિસ્કાઉન્ટ KTM 250 Dukeના ત્રણેય કલર વિકલ્પો પર મળશે. તાજેતરમાં KTM એ આ બાઇકને KTM 390 Duke જેવી TFT ડિસ્પ્લે અને હેડલાઇટ સાથે અપડેટ કરી છે. આ ઉપરાંત કંપનીએ તેમાં બે રાઇડિંગ મોડ્સ સ્ટ્રીટ અને ટ્રેક આપ્યા છે. TFT ડેશમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન સપોર્ટ છે.
4 / 5
KTM 250 Dukeમાં લિક્વિડ-કૂલ્ડ, 249cc સિંગલ-સિલિન્ડર એન્જિનન છે. 6 સ્પીડ ગિયરબોક્સ ઉપરાંત તેમાં સ્લિપર ક્લચ અને બાય-ડાયરેક્શનલ ક્વિકશિફ્ટ પણ છે.
5 / 5
KTM 250 Dukeમાં તમને ત્રણ કલર વિકલ્પો મળે છે, ડાર્ક ગેલ્વેનો, ઈલેક્ટ્રોનિક ઓરેન્જ અને એટલાન્ટિક બ્લુ. TFT ડિસ્પ્લે અને અન્ય અપડેટ પછી KTM એ આ બાઇકની કિંમત રૂ. 2.45 લાખ (એક્સ-શોરૂમ) રાખી હતી. જોકે, 20,000 રૂપિયાની કપાત બાદ હવે આ બાઇકની નવી એક્સ-શોરૂમ કિંમત 2.25 લાખ રૂપિયા થઈ ગઈ છે.