
તાજેતરમાં, ફરી એકવાર કૃતિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં કૃતિએ બ્લૂ રંગની ટ્રાન્સપરન્ટ સાડી પહેરી છે જેને ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે.

કાનમાં ડાયમંડની બુટ્ટી અને સોફ્ટ કર્લી ઓપન હેર અભિનેત્રીની સુંદરતામાં વધારો કરી રહી છે. તેણે સ્મોકી મેકઅપ સાથે પોતાનો ગ્લેમરસ લુક કંપ્લીટ કર્યો છે.

કૃતિ સેનને આ બોલ્ડ અને ગ્લેમરસ ફોટા પોસ્ટ કર્યા અને કેપ્શન પણ આપ્યું છે. અભિનેત્રીના આ સાડી લુક પર ફેન્સ દિવાના થયા છે.
Published On - 9:31 pm, Wed, 8 November 23