ભારતથી 496 KM દૂર દરિયાઈ ટાપુ પર ઇન્ટરનેટ 100 ગણું ઝડપી બન્યું, 3 ગુજરાતીઓની મહત્વની ભૂમિકા
ભારત સરકારે દેશમાં તમામ પ્રકારે વિકાસ સાધવા માટે બુલેટ ગતિએ પ્રયાસો શરુ કર્યા છે. વિકાસના સંકલ્પને પૂર્ણ કરીને ગત વર્ષ 2023 માં મોદી સરકારે અનેક ભેટ દેશને આપી છે. પ્રવાસન ક્ષેત્ર નવા વર્ષમાં જબરદસ્ત ગતિ પકડશે, આ માટે મહત્વના કાર્યો કેન્દ્ર સરકાર અને સ્થાનિક શાસન દ્વારા હાથ ધરવાાં આવ્યા છે. નવા વર્ષે દેશના સુંદર ટાપુના પ્રવાસીઓ અને રહેવાસીઓને મોટી ભેટ પીએમ મોદી આપનાર છે. આ ભેટ આઝાદી બાદ ટાપુ વિસ્તાર સૌથી અદ્ભૂત પૈકીની એક હશે.
1 / 7
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષે દેશના પર્યટન ક્ષેત્રના વિકાસ કાર્યોની ભેટ આપનાર છે. આ માટે પીએમ મોદી 2, જાન્યુઆરી 2024 એ દેશનાં સુંદર ટાપુ લક્ષદ્વીપની મુલાકાત લેનાર છે. વડાપ્રધાન અહીં રાત્રી રોકાણ કરનાર છે.
2 / 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લક્ષદ્વીપમાં 1150 કરોડથી વધુના વિકાસ કાર્ય-પ્રોજેક્ટનું લોકાર્પણ કરનાર છે. લક્ષદ્વીપ દેશ અને દુનિયાના સૌથી સુંદર ટાપુઓના સમુહ પૈકી એક છે. અહીં પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે હવે ઝડપી ઈન્ટરનેટ સેવા શરુ કરવામાં આવનાર છે. ધીમી ઈન્ટરનેટ સ્પીડની ઝંઝટ દૂર કરીને હવે 100 ગણી ઝડપી નેટની સુવિધા આપવામાં આવશે.
3 / 7
વર્ષ 2020માં લાલ કિલ્લા ખાતેથી વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપમાં નેટની સ્પીડના પડકારને દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો. કોચી-લક્ષદ્વીપ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન (KLI – SOFC) પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે વડાપ્રધાન મોદી સમક્ષ પર્યટનને લઈ તૈયાર કરેલ વિકાસની જરુરિયાતની યાદીમાં ઝડપી ઈન્ટરનેટ અને ટેલિ કોમ્યુનિકેશનને અદ્યતન કરવા માટે પ્રાધાન્ય આપ્યુ હતુ.
4 / 7
કેન્દ્રીય ટેલિકોમ રાજ્યકક્ષા પ્રધાન દેવુસિંહ ચૌહાણે લક્ષદ્વીપમાં ઝડપી નેટ અને ટેલિકોમ્યુનિકશન માટેના પ્રોજેક્ટને હાથ ધરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પ્રશાસક પ્રફુલ પટેલ અને ટેલિકોમ રાજ્યકક્ષા પ્રધાન દેવસિંહ ચૌહાણે લક્ષદ્વીપના આ મહત્વના પ્રોજેક્ટમાં મહત્વનો પ્રયાસ કર્યો છે. આમ ત્રણ ગુજરાતીઓએ સુંદર ટાપુને માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી.
5 / 7
હવે લક્ષદ્વીપમાં 100 ગણી ઝડપે ઈન્ટરનેટની સ્પીડ મળશે. એટલે કે 1.7 Gbps થી 200 Gbps સુધીની ઝડપ મળનારી છે. આઝાદી બાદ લક્ષદ્વીપ પ્રથમ વાર સબમરીન ઓપ્ટિક ફાઈબર કેબલ દ્વારા જોડાયું છે. જે મોટો પડકાર ટૂંકા સમયમાં પૂર્ણ થતા પીએમ મોદી લોકાર્પણ કરનાર છે.
6 / 7
લક્ષદ્વીપ ટાપુઓ પર પ્રવાસીઓની અગવડતાઓ દૂર થવા સાથે અનેક સુવિધાઓ સાનુકૂળ થશે. જેમ કે, ઝડપી અને વધુ વિશ્વસનીય ઈન્ટરનેટ સેવાઓ, ટેલી મેડિસિન, ઈ-ગવર્નન્સ, શૈક્ષણિક, ડિજિટલ બેંકિંગ, ડિજિટલ કરન્સીનો ઉપયોગ, ડિજિટલ સાક્ષરતા વગેરેનો વધારો થશે.
7 / 7
પીએમ નરેન્દ્ર મોદી કદમત ખાતે નિર્માણ કરવામાં આવેલ લો ટેમ્પરેચર થર્મલ ડિસેલિનેશન (LTTD) પ્લાન્ટનું લોકાર્પણ કરશે. જેનાથી ટાપુ પર હવે વધુ સ્વચ્છ પીવાનું પાણી મળી રહેશે. કોરલ ટાપુ હોવાને લઈ પીવાના પાણીને મેળવવાને લઈ અહીં ભૂગર્ભ જળ મોટો પડકાર હતો. આ ઉપરાંત અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે. ટાપુના વિકાસ માટે કાયાપલટ પ્રયાસ પ્રશાસક પ્રફુલ પટેલે ટૂંકા સમયમાં કર્યો છે અને જેને લઈ દ્વીપ સમૂહ હવે આવનારા દિવસોમાં માલદીવને પર્યટન ક્ષેત્રે ટક્કર આપશે.
Published On - 6:10 pm, Mon, 1 January 24