પીરિયડ્સ દરમિયાન પેટના નીચેના ભાગમાં દુખાવાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. વાસ્તવમાં, પીરિયડ્સ દરમિયાન ગર્ભાશયના સ્નાયુઓ સંકોચાય છે. આ પેટના નીચેના ભાગના દુખાવાનું કારણ છે. એટલે કે, ગર્ભાશયના સ્નાયુઓમાં સંકોચનને કારણે, પીરિયડ્સ દરમિયાન પેટના નીચેના ભાગમાં દુખાવો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે માસિક સ્રાવ દરમિયાન, ગર્ભાશય દર મહિને એક લોહીને લેયર બનાવે છે, જે બાળકને ગર્ભાશયમાં સાચવવા માટે હોય, પરંતુ જ્યારે સ્ત્રી પ્રેગ્નેટ ન હોય ત્યારે દર મહિને થતી આ ક્રિયાનું લેટર તુટી જાય છે અને મહિલાને પીરિયડ્સ આવે છે, આ પ્રક્રિયા દરમિયાન સંકોટનની પ્રક્રિયા થાય છે, જેના કારણે દુખાવો થવા લાગે છે.