
કબજીયાત, સોજો, ગેસ સહિતની સમસ્યામાં પણ સરગવાના પાન ખૂબ જ કામની ચીજ છે. તે પાચન ક્રિયાને માટે ખૂબ જ લાભદાયક છે. જે દવાના રુપમાં તમારા શરીરમાં કામ આપી શકે છે.

હાલમાં હ્રદયની બિમારી સૌને ડરાવી રહી છે. પરંતુ એ પણ જાણી લો કે આ પાંદડા કેટલા ઉપયોગી આ દર્દમાં છે. કોલેસ્ટ્રોલનુ સ્તર વધવાને લઈ થતી સમસ્યાઓના ખતરામાં હ્રદયની તંદુરસ્તી વધારે સારુ કરવામાં આ પાન કામના છે.

આ રીતે કરો સરગવાના પાનનો ઉપયોગ. સ્વાદિષ્ટ પાનને તમે ઘરમાં રસોઈ દરમિયાન દાળ, ભાત અને ઢોંસામાં પણ કરી શકો છો. જેનાથી ભોજનના સ્વાદમાં પણ વધારો થશે. પાનની સરસ ચટણી પણ બનાવીને ઉપયોગ કરી શકાય છે. જેને તમે ઈડલી, ઢોંસા, કે ભાત સાથે ઉપયોગમાં લઈ શકો છો. જોકે આ બધુ જ કરવા પહેલા તબિબની સલાહ બિમારીમાં અવશ્ય લેવી જોઈએ.