
તમને જણાવી દઈએ કે વિઠ્ઠલ માલ્યા, વિજય માલ્યાના પિતા હતા, જેમણે આ કંપનીને આગળ લાવ્યા હતા. જોકે આ બાદ પણ કંપની હજુ અંગ્રેજોના હાથમાં હતી. આગળ જતાં સમયનું પૈડું ફરવા લાગ્યું અને ભારત આઝાદી તરફ આગળ વધી રહ્યું હતું. આ સમય દરમિયાન, વિઠ્ઠલ માલ્યાએ ધીમે ધીમે કંપનીના શેર ખરીદવાનું શરૂ કર્યું અને આઝાદીના સમય સુધીમાં, તેઓ કંપનીના પ્રથમ ભારતીય ડિરેક્ટર બન્યા.

આ પછી વિઠ્ઠલ માલ્યાએ કંપનીનો કારોબારનો વ્યાપ વધાર્યો. 1980 માં, પુત્ર વિજય માલ્યાએ કિંગફિશર બિયર ફરીથી લોન્ચ કરી. મહત્વનુ છે કે પિતાના અવસાન બાદ વિજય માલ્યાએ સમગ્ર બિઝનેસ સંભાળી લીધો હતો.

પહેલા કિંગફિશરની બોટલ, પછી કેન અને પછી વર્ષ 1999માં જ્યારે કિંગફિશર સ્ટ્રોંગ બીયર લોન્ચ કરવામાં આવી ત્યારે લોકોને તે ખૂબ જ પસંદ આવી અને તેણે સમગ્ર માર્કેટમાં સારી પકડ મેળવી.

કિંગફિશર બિયરને વધુ પ્રખ્યાત બનાવવા માટે, વિજય માલ્યાએ ઘણી પ્રખ્યાત હસ્તીઓ દ્વારા જાહેરાતો કરાવી અને મોટા-મોટા પોસ્ટર લગાવ્યા, પરંતુ વળાંક ત્યારે આવ્યો જ્યારે વર્ષ 2003માં કિંગફિશર એરલાઈન્સ શરૂ થઈ.

કિંગફિશર બ્રાન્ડને વધુ વધારવા માટે, પાણીની બોટલ, જ્યુસ અને અન્ય ઘણી વસ્તુઓ કિંગફિશરના નામે લોન્ચ કરવામાં આવી હતી. આ જ કારણ છે કે કિંગફિશર આજે દેશમાં સૌથી વધુ વેચાતી બીયર છે.
Published On - 7:32 pm, Fri, 17 November 23