કંગના રનૌતે થોડા સમય પહેલા પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે, જેનું નામ મણિકર્ણિકા ફિલ્મ્સ છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી પ્રથમ ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ છે.
આ ફિલ્મને કંગના પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ આજે પૂરું થયું છે તેની માહિતી આપતાં કંગનાએ લખ્યું કે, ભગવાનની કૃપાથી પ્રોડક્શન હાઉસની મારી પહેલી ફિલ્મનું શૂટિંગ આજે પૂરું થયું છે. તે એક અદ્ભુત અનુભવ હતો. તમને બધાને આ ફિલ્મ બતાવવા માટે ઉત્સાહિત છું.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં છે. ફિલ્મના સેટ પરથી નવાઝુદ્દીન અને કંગનાની તસવીરો વાયરલ થતી હતી.
આ ફિલ્મમાં નવાઝુદ્દીન સાથે અવનીત કૌર જોવા મળશે. આ ફિલ્મમાં બંને રોમાન્સ કરતા જોવા મળશે.
કંગનાની ફિલ્મોની વાત કરીએ તો તે ફિલ્મ તેજસ અને ધાકડમાં જોવા મળવાની છે.