
ન્યાસા દેવગન તેની મિત્ર સાથે બાંદ્રામાં એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. ન્યાસાના ચહેરા પર સુંદર સ્મિત હતું અને ત્યાં હાજર પાપારાઝીના કેમેરામાં તેની ઘણી સુંદર તસવીરો કેદ થઈ હતી.

અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગન ફરી એક વખત પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી. ડિનર ડેટ બાદ ન્યાસા તેની મિત્ર સાથે કારમાં નીકળી ગઈ હતી.

તાજેતરમાં જ ન્યાસા ફેશન વીકમાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કરતી જોવા મળી હતી. ફેન્સને ન્યાસાની સ્ટાઈલ ઘણી પસંદ આવી અને આ સાથે જ તેના બૉલીવુડ ડેબ્યૂની ચર્ચા પણ તેજ થઈ ગઈ છે.