Kachchh : પ્લાસ્ટિક મુક્ત ગામડા બનાવવા માટે કચ્છી મહિલાની ખાસ ઝુંબેશ, જુઓ Photos
સ્વચ્છતા અભિયાનની ઉજવણીના ભાગરૂપે 2જી ઓક્ટોબરને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. સ્વચ્છ ભારતના મિશન તરફ આપણે અગ્રેસર બની રહ્યા છે, ત્યારે કચ્છના ભુજ પાસે આવેલા અવધનગરમાં રહેતા રાજીબેન વણકરનો પણ સિંહફાળો છે. રાજીબેને ગામડાઓને પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કરવા અભિયાન હાથ ધર્યું છે અને એક આત્મનિર્ભર મહિલા તરીકે માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે