
આ વર્ષે આ મેળો રંગેચંગે ઉજવાય તે માટે સરકારે ખાસ એસઓપી જાહેર કરી છે સરકાર તરફથી આ સમાચાર મળતા જુનાગઢવાસી અને ગુજરાતભરના લોકોમાં ખૂબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે આ મેળો સરકારી ગાઈડ લાઈન મુજબ રંગેચંગે ઉજવાય તે માટે સરકાર અને જુનાગઢ વહીવટીતંત્ર કામે લાગી ગયું છે.

આ વર્ષે ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ સ્વરૂપે આયોજિત થશે. મેળામાં સાધુ સંતોના ઉતારા ધમધમવા લાગશે અને મુલાકાતીઓ માટે વિવિધ રાઈડ્સ અને સ્ટોલ પણ લગાવવામાં આવશે.

મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ તેની તૈયારી શરૂ કરી દેવામાં આવતી હોય છે. મેળાને હવે માંડ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કલેક્ટરની મંજૂરી મળતાંની સાથે જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

મેળાના છેલ્લા દિવસે નીકળતી સાધુ-સંતોની રવાડીના દર્શન કરવા માટે પણ લોકોને મંજૂરી આપવામાં આવશે
Published On - 2:43 pm, Tue, 22 February 22