TV9 GUJARATI | Edited By: Om Prakash Sharma
Mar 05, 2022 | 7:44 PM
જૂનાગઢ જિલ્લાના કેશોદના dysp જે.બી ગઢવી સાહેબનો સેવા યજ્ઞ. પોલીસ અધિકારી ગૌશાળા-બાળકોની સ્કુલ અને વૃક્ષોનું જતન કરે છે.
પોતે એક પોલીસ અધિકારી હોવા છતાં પોતાની ઓફીસ બહાર 40 જેટલી ગાયોની એક ગૌશાળા ચલાવે છે. ગાયોને કચરો પ્લાસ્ટિક વગેરે ખાતા જોઈને કરુણા ઉપજતા નવેમ્બર 2020થી કચેરી ખાતે પડતર જગ્યામાં ગૌશાળા ચાલુ કરી છે. જેમાં હાલ લગભગ 40 જેટલાં ગૌવંશ છે. તેઓ નિયમિત રીતે ગાયોની સેવા કરે છે.
ઝુંપડપટ્ટીના જે બાળકો રોજ સવારે ભીખ માંગવા કેશોદ મંદિરોમાં જતા તેઓ હવે સીમશાળામાં જાય છે. તેઓ ગરીબ બાળકો માટે પોતાની ઓફિસની બહાર રમત ગમતના સાધનો રાખી બાળકોને રમત રમાડે છે.
અધિકારી છેલ્લા ત્રણ વર્ષથી કેશોદ નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. માંગરોળ રોડ ઉપરની નવી બનેલી કચેરી ખાતે આશરે દોઢ વર્ષથી શિફ્ટ થયા છે.
ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને જમવાનું પૂરું પાડે છે. બાળકોને શિક્ષિત બનાવવા જે.બી. ગઢવી પોતે સાથે રહી અને સ્કૂલમાં અભ્યાસ માટે મહેનત કરે છે.
પોતે પ્રકૃતિ પ્રેમી પણ છે પોતાની ઓફિસના ગ્રાઉન્ડમાં 500 કરતા વધુ ગુલાબ અને અનેક પ્રકારના વૃક્ષનું વાવેતર કરી પોતે જાતે મહેનત કરે છે. સ્વાભવિક રીતે તો કેશોદના આ Dysp જે.બી. ગઢવી પરથી અન્ય પોલીસ અધિકારીઓ અને જાહેર જનતાએ શીખ લેવી ખૂબ જરૂરી છે.