
હિન્દુ ધર્મમાં જગન્નાથ યાત્રાનું ઘણુ મહત્વ છે. અષાઠ શુક્લ પક્ષની દ્વિતીય તિથીને દિવસે આ યાત્રા કાઢવામાં આવે છે.

માન્યતાઓ અનુસાર, રથયાત્રા કાઢીને ભગવાન જગન્નાથને પ્રસિદ્ધ ગુડિચા માતાના મંદિર સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાં ભગવાન 7 દિવસ સુધી આરામ કરે છે.

જગન્નાથ યાત્રાને સમગ્ર ભારતમાં એક તહેવારની જેમ મનાવવામાં આવે છે.

પુરીનું જગન્નાથ ધામ ચાર ધામોમાંથી એક છે. પુરીને પુરુષોત્તમ પુરી પણ કહેવામાં આવે છે. રાધા-કૃષ્ણને ભેગા કરીને જગન્નાથનું સ્વરૂપ બનાવવામાં આવ્યુ છે.

માનવામાં આવે છે કે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીની પુજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે.
Published On - 1:31 pm, Mon, 12 July 21