
જણાવી દઈએ કે આ ફિલ્મમાં પહેલા કાજલ અગ્રવાલ લીડ રોલમાં હતી. પરંતુ પછી પ્રેગ્નન્ટ હોવાને કારણે તેણે ફિલ્મ છોડવાનો નિર્ણય કર્યો અને પછી જેકલીન આ ફિલ્મ સાથે જોડાઈ. પરંતુ હવે જેકલીન બહાર હોવાથી આ ફિલ્મનો ભાગ કોણ બનશે તે જોવાનું રહેશે.

તમને જણાવી દઈએ કે જેકલીનના સુકેશ સાથેના પ્રાઈવેટ ફોટો થોડા દિવસો પહેલા લીક થયા હતા, ત્યારબાદ અભિનેત્રીએ એક નિવેદન શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે, આ દેશ અને તેની જનતાએ મને ઘણો પ્રેમ આપ્યો છે. આમાં મારા મીડિયા મિત્રોનો સમાવેશ થાય છે જેમની પાસેથી મેં ઘણું શીખ્યું છે. હું ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છું. આશા છે કે તમે મારી પરિસ્થિતિ સમજી શકશો અને મારો કોઈ ફોટો વાયરલ નહિ કરશો.