
તમારા નામે નકલી બેંક એકાઉન્ટ ચાલી રહ્યું છે કે કેમ તે જાણો અહી. : સૌથી પહેલા અહીં તમારે My Aadhaar પર ક્લિક કરીને Aadhaar Services પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે ચેક આધાર/બેંક લિંકિંગ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક નવું પેજ ખુલશે.

આ પછી, નવા પેજ પર તમારે 12 અંકનો આધાર નંબર અથવા વર્ચ્યુઅલ આઈડી ભરવાનું રહેશે. આ સાથે, તમારે કેપ્ચા કોડ પણ ભરવાનો રહેશે. જે બાદ તમને Send OTP વિકલ્પ પર ક્લિક કરશો તો તમારો નંબર આધાર પર રજીસ્ટર કરાવ્યો હશે તો જ તમને OTP મળશે.

OTP પ્રાપ્ત કર્યા પછી, તમારે તેને ભરવાનું રહેશે અને તમને તમારા આધાર સાથે કેટલા અને કયા બેંક એકાઉન્ટ લિંક છે તેની માહિતી દેખાઈ જશે. આવી રીતે જો તમારા નંબર પર એક કે બે જે તમને જાણ હોય તેવા અકાઉન્ટ બતાવે તો ચિંતાની જરુર નથી. પણ જો કોઈ તમારી જાણથી બહાર પણ અકાઉન્ટ બતાવી રહ્યું છે તો તરત જ બેન્કનો સંપર્ક કરો.