PHOTOS : દુનિયાની બીજી સૌથી ઉંડી ગુફા, જેની ઊંડાઈ જોઈ ઉભા થઇ જાય છે પ્રવાસીઓના રૂવાડા

|

Jun 29, 2021 | 9:49 PM

દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જે આશ્ચર્યજનક હોવા સાથે રહસ્યોથી ભરેલી છે. આવી જ એક જગ્યા જ્યોર્જીયાના અબખાજીયામાં છે, જેને દુનિયાની સૌથી ઉંડી ગુફા કહેવામાં આવે છે. આ ગુફા એટલી ઉંડી છે કે ઉપરથી એક વાર જોતા જ પ્રવાસીઓના રૂવાડા ઉભા થઇ જાય છે!

1 / 4
જ્યોર્જીયાના અબખાજીયામાં આવેલી ક્રુબેરા ગુફા (Krubera Cave)ને દુનિયાની સૌથી વધુ ઉંડી બીજી ગુફા ગણવામાં આવે છે. આ ગુફા સાથે અનેક પ્રકારની આશ્ચર્યજનક બાબતો જોડાયેલી છે. આ ગુફા એટલી ઉંડી છે કે ઉપરથી એક વાર જોતા જ પ્રવાસીઓના રૂવાડા ઉભા થઇ જાય છે

2 / 4
આ ગુફા એટલી ઉંડી છે કે બહુ ઓછા લોકો આ ગુફામાં ઉતરવાનું સાહસ કરે છે. આમાં એ લોકો જ ઉતારી શકે છે જેમનું કાળજું કથાન હોય છે અને દૃઢ મનોબળ વાળા હોય છે.  ક્રુબેરા ગુફા (Krubera Cave) અંગે કહેવામાં આવે છે કે આ ગુફા 2,197 મીટર એટલે કે 7,208  ફૂટ ઉંડી છે અને 1960 માં અ ગુફાની શોધ કરવામાં આવી હતી.

3 / 4
આ ગુફા વોરોન્યા ગુફાના નામે પણ ઓળખાય છે, જેનો અર્થ થાય છે કાગડાઓની ગુફા. આ નામ એટલા માટે પડ્યું કેમ કે જયારે વર્ષ 1980 માં પહેલી વાર આ ગુફામાં સાહસિકોએ પ્રવેશ કર્યો ત્યારે ગુફામાં કાગડાઓના અનેક માળાઓ હતા. આમ તો આ ગુફામાં  સંશોધન કરનારી અનેક ટીમો અંદર પ્રવેશી ચુકી છે. પણ 2012 માં જુદા જુદા દેશોના 59 સંશોધકોની એક ટીમ આ ગુફામાં 27 દિવસ સુધી રહી. આ ટીમે જ ગુફાની ઊંડાઈના આંકડા જાહેર કર્યા હતા.

4 / 4
આ ગુફામાં પ્રવેશવા માટે સરળતાથી મંજુરી મળતી નથી. કારણ કે અબખાજીયાએ વર્ષ 1999 માં પોતાને જ્યોર્જીયાથી અલગ સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું હતું, જો કે આમ છતાં જ્યોર્જીયા હજી પણ તેને પોતાનો જ ભાગ ગણાવે છે. આ જ કારણે આ જગ્યાને લઈને હંમેશા મતભેદો ઉભા થતા રહે છે, જેના કારણે પ્રવાસીઓને હેરાનગતી થાય છે.

Published On - 9:39 pm, Tue, 29 June 21

Next Photo Gallery