Sabarkantha: ઈઝરાયલની મદદથી પ્રાંતિજના ખેડૂતો મેળવી રહ્યા છે મોટો ફાયદો, સુંદર સ્મારક સંબંધોની સુવાસ ફેલાવે છે, જુઓ Photo

| Updated on: Oct 16, 2023 | 7:25 PM
4 / 6
એક્સલન્સ સેન્ટર ખાતે ઈઝરાયલની આધુનિક ખેતીની ટેકનીક હેઠળ શાકભાજીના રોપા તૈયાર કરવામાં આવે છે. જે રોપાને આસપાસના ખેડૂતોને પૂરા પાડવામાં આવે છે. આ રોપા વડે ખેડૂતો શાકભાજીનુ ગુણવત્તાસભર શ્રેષ્ઠ ઉત્પાદન મેળવી રહ્યા છે. આમ ખેડૂતોની આર્થિક સદ્ધરતા વધે એ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારે પ્રયાસ કર્યો હતો. આ માટે ઈઝરાયલ તેમાં મહત્વનો સહયોગ પૂરો પાડ્યો હતો.

5 / 6
ખેડૂતોને પણ ઉત્પાદન સારુ થવા સાથે આવકમાં વધારો થઈ રહ્યો છે. ખેડૂતોને માટે એક્સલન્સ સેન્ટર મહત્વનુ સાબિત થઈ રહ્યુ છે. વિસ્તારના ખેડૂતોને તેનો સારો લાભ મળી રહ્યો છે. ખેડૂતોને ખેતીની આધુનિક કૃષિ ટેકનોલોજી ઉપરાંત તૈયાર કરેલા શાકભાજીના રોપા સારી ગુણવત્તાના મળી રહે છે.

6 / 6
એક્સલન્સ સેન્ટર ખાતે 20 જેટલા સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ઉચ્ચ ગુણવત્તાના અલગ અલગ પ્રકારના મરચાં, ટામેટા, ચેરી ટામેટા, કાકડી, તડબૂચ, ભીંડા, બ્રોકોલી અને રિંગણ સહિત અલગ અલગ શાકભાજીને પણ તૈયાર કરવામાં આવે છે. જેને જોવા તેમજ તેમાથી જ્ઞાન મેળવવા ખેડૂતો દૂર દૂરથી આવતા હોય છે.