
બીચ વૉલીબૉલ, બીચ બોક્સિંગ, બીચ કબડ્ડી, ટગ ઓફ વૉર, સ્વિમીંગ, મલખામ્બ, ફુટબોલ જેવી અલગ અલગ 8 રમતો રમાશે. જેમાં 600 મહિલા રમતવીરો અને 672 પુરુષ રમતવીરો હિસ્સો લેશે.

દીવ આમ તો પર્યટકો માટે પસંદગીના મુખ્ય સ્થળોમાંથી એક છે. દીવનો છેલ્લા 7 વર્ષમાં કાયાપલટ વિકાસ કરવામાં આવ્યો છે. જેને લઈ હવે પ્રવાસીઓનો ધસારો પણ વધવા લાગ્યો છે અને અહીં સુંદર સુવિધાઓને લઈ પર્યટકોના આનંદમાં અનેકગણો વધારો થયો છે. સુંદર બીચ હવે સ્વચ્છ જોવા મળી રહ્યા છે. આ માટે પ્રફુલ પટેલે સ્વચ્છતા પર ખૂબ જ ભાર મૂક્યો હતો અને તેના પરિણામે બીચની સુંદરતા હવે નીખરી ઉઠી છે.