Indian Railway Vistadome Coach: આધુનિક સુવિધાઓથી સજ્જ આ કોચમાં છે કાચની છત, જુઓ Photo

|

Jun 26, 2021 | 4:34 PM

જો ટ્રેનમાં મનોરંજન, આરામદાયક બેઠકો, મોટી બારીઓ, પારદર્શક છત (Transparent Roof ) અને બહારનાં દૃશ્યો જોવા માટે ઓબ્ઝર્વેશન લાઉન્જ હોય તો કેટલી મજા પડે...

1 / 6
Indian Railway Vistadome Coach : કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાયા પછી, હવે ભારતીય રેલ્વે (Indian Railway) નિયમિતપણે ટ્રેનોના સંચાલન તરફ આગળ વધી રહી છે. તાજેતરમાં, રેલ્વેએ ઘણી ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે અને ઘણા સ્ટેશનો પર, તેણે પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ પણ દૂર કર્યો છે. આ જ ક્રમમાં કોંકણ રેલ્વેએ (konkan railway) મુંબઇ-પુણે ડેક્કન એક્સપ્રેસ (Mumbai-Pune Deccane Express) વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન તેના વિશેષ પ્રકારનાં કોચને કારણે ચર્ચામાં છે. કારણ કે રેલ્વે દ્વારા આ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ લગાવવામાં (Vistadome Coach) આવ્યા છે.

2 / 6
આ કોચ તેમની લક્ઝરી સુવિધાઓ અને ટ્રેનમાં વિશેષ અનુભવ માટે જાણીતા છે. તમે પણ વિચારો કે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને જો ટ્રેનમાં મનોરંજન, આરામદાયક બેઠકો, મોટી બારીઓ, પારદર્શક છત (Transparent Roof ) અને બહારનાં દૃશ્યો જોવા માટે ઓબ્ઝર્વેશન લાઉન્જ હોય તો કેટલી મજા પડે ? આ ટ્રેનની વિશેષતા પણ કઈક આવી જ છે.

3 / 6
તાજેતરમાં, કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે (Railway Minister Piyush goyel) માહિતી આપી હતી કે 26 જૂનથી મુંબઇ-પુણે વચ્ચે દોડતી ડેક્કન એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનમાં લોકો પ્રકૃતિના સુંદર નજરાની મજા માણતા પ્રવાસ કરી શકશે. આ પછી, શનિવારથી તેનું સંચાલન કરી દેવામાં આવ્યું.

4 / 6
ભારતીય રેલ્વેના વિસ્ટાડોમ કોચ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ કોચમાં ખુરશીઓથી માંડીને શૌચાલયો પણ ખૂબ જ અદ્યતન છે. ટ્રેનના કોચની છતમાં પણ ગ્લાસ (કાચ) લાગેલા છે, જેથી છત પારદર્શક છે. જો ટ્રેનમાં મુસાફરી દરમિયાન વરસાદ પડે છે, તો તે એક વિશેષ અનુભવ આપે છે. ઉપરાંત, કોચમાં મોટી બારીઓ બનાવવામાં આવી છે, જેથી તમે બહારનું દૃશ્ય આરામથી જોઈ શકો.

5 / 6
આ સિવાય ટ્રેનમાં લાગેલી સીટો ફેરવવામાં આવે તો, તેને 180 ડિગ્રી સુધી ફેરવી શકાય છે અને વિંડોઝ તરફ ફેરવી શકાય છે. આ સિવાય ટ્રેનમાં બહારના નજારા જોવા માટે એક ઓબ્ઝર્વેશન લાઉન્જ બનાવવામાં આવ્યું છે, જ્યાં તમે ઊભા રહી શકો છો. ટ્રેનમાં મુસાફરી કરતા લોકોએ પણ આ અનુભવ શેર કર્યો છે.

6 / 6
આપને જણાવી દઈએ કે ખાસ કરીને પર્યટનને પ્રોત્સાહન આપવા, વિસ્ટાડોમ કોચ ભારતીય રેલ્વેની ઇંટીગ્રીલ કોચ ફેક્ટરીમાં  તૈયાર કરવામાં આવ્યા છે, આ કોચને ખાસ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે  તે 180 કિ.મી. સુધીની ઝડપે સરળતાથી પકડી શકે છે. આ કોચમાં મુસાફરી કરતી વખતે, મુસાફરો તેમની આરામદાયક સીટ પર બેસતી વખતે બહારનું દૃશ્ય જોઈ શકશે. વાઇ-ફાઇ સિસ્ટમ સાથે પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, ઓટોમેટિક અને મોટા સ્લાઇડિંગ દરવાજા પાત્રને વધુ આનંદદાયક બનાવે છે.

Next Photo Gallery