
તમને જણાવી દઈએ કે બ્રિટિશ કાળ દરમિયાન જ પાકિસ્તાનમાં રેલવેની સેવા શરૂ થઈ હતી અને 1861માં અહીં ટ્રેન શરૂ થઈ હતી. ત્યાં પણ, ભારતની જેમ રાષ્ટ્રીય તહેવારો પર સ્ટેશન પર શણગાર કરવામાં આવે છે. વિકિપીડિયા અનુસાર, પાકિસ્તાન રેલ્વેમાં 72 હજારથી વધુ લોકો કામ કરે છે, એટલે કે પાકિસ્તાન રેલ્વેનું નેટવર્ક પણ ઘણું મોટું છે. (તસવીરઃ પાકિસ્તાન રેલ્વે)

આ તસવીર લાહોર સ્ટેશનની છે. પાકિસ્તાન રેલ્વેનું નેટવર્ક 11881 કિલોમીટરમાં ફેલાયેલું છે, જે તોરખામથી કરાચી સુધીનું છે. પાકિસ્તાન રેલ્વે દર વર્ષે લગભગ 70 મિલિયન મુસાફરોને સેવા આપે છે. (ફોટોઃ ટ્વિટર)