તસ્વીરો : ભારતનું આ ગામ ઓળખાય છે બ્લેક મેજિકનો ગઢ, બાળકથી લઈ વૃદ્ધો કરે છે કાળુ જાદુ!
ભારત તેના શહેરો અને ગામડાઓને કારણે ઘણી રહસ્યમય વસ્તુઓ માટે જાણીતું છે. ભારતમાં એવી અનેક જગ્યાઓ છે જે માત્ર તેના રહસ્યમય ઈતિહાસ માટે જ જાણીતા છે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જેને ભારતની 'બ્લેક મેજિક કેપિટલ' તરીકે ઓળખવામાં આવે છે. ભારતના આસામ રાજ્યનું આ ગામ ખાસ કરીને કાળા જાદુ માટે જાણીતું છે.આજે અમે વાત કરી રહ્યા છીએ આસામની રાજધાની ગુવાહાટીથી માત્ર 40 કિમી દૂર સ્થિત છે. જેનું નામ માયોંગ છે. જ્યાં દરેક બાળક પણ કાળો જાદુ વિશે જાણે છે.