ભારતમાં કોફી ઉત્પાદનનો મોટો હિસ્સો હવે કર્ણાટકનો છે. કોફી બોર્ડના ડેટા અનુસાર, કર્ણાટકના ચિકમગલુર, કોડાગુ અને હસન જિલ્લામાં 2022-23માં 2,48,020 મેટ્રિક ટન અરેબિકા અને રોબસ્ટા કોફીનું ઉત્પાદન થયું હતું. તે પછી કેરળ (72,425 MT) અને તમિલનાડુ (18,700 MT) આવે છે.