
ઈમાન ખલીફ સામે હવે શું પગલાં લેવાશે?- હવે જો આ મેડિકલ રિપોર્ટ સાચા હોય તો મામલો ગંભીર છે. આવી સ્થિતિમાં ઈમાન ખલીફા સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રસપ્રદ રહેશે. આ પહેલીવાર નથી કે જ્યારે ઈમાન ખલીફના લિંગને લઈને સવાલો ઉભા થયા હોય. પેરિસ ઓલિમ્પિકથી આવું થઈ રહ્યું છે. આ પહેલા ગયા વર્ષે જ્યારે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે તેને ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

હાલમાં, લિંગ પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નને લઈને ઈમાન ખલીફે તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ અગાઉ તેણે પોતાને અન્ય મહિલાની જેમ ગણાવ્યો હતો. જ્યારે મેડિકલ રિપોર્ટ જે બહાર આવ્યો છે તે તેમના નિવેદનથી બિલકુલ વિપરીત છે.