સ્કિન ટેનિંગ માટેના ઘરેલું ઉપચાર: હવામાન ગમે તે હોય, જો તમે વધુ પડતા તડકામાં રહો તો ટેનિંગ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે હાથ અને પગ સૂર્યપ્રકાશના વધુ પડતા સંપર્કમાં આવે છે, ત્યારે તેઓ ટેન થઈ જાય છે અને કાળાશ દેખાય છે. ટેનિંગ ઘટાડવા માટે જો કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ટેનિંગ ઘટાડી શકાય છે. આ વસ્તુઓ એક્સફોલિએટિંગ પ્રોપર્ટીઝથી ભરપૂર છે અને તે સ્કિનને બ્રાઇટિંગ પ્રોપર્ટીઝ પણ આપે છે. જે ત્વચાના મૃત કોષો, ગંદકી અને ટેનિંગ દૂર કરી સ્કિનમાં ચમક લાલે છે.
લેમન અને શુગર સ્ક્રબ- ત્વચાના ટેનિંગને દૂર કરવા માટે લેમન અને શુગર ખુબ ઉપયોગી છે. લીંબુનો રસ અને શુગર મિક્સ કરીને ઘસવાથી કાળાશ દૂર થાય છે અને ત્વચા ચમકદાર બને છે.
ચણાનો લોટ અને હળદર પેક- ચણાનો લોટમાં હળદર અને દહીં ભેળવીને પેસ્ટ બનાવો. તેને હાથ અને પગ પર લગાવી 20 મિનિટ રાખો. પછી સાફ પાણીથી ધોઈ લો. આ ઉપાયથી ત્વચાનું કલર ટોન સુધરે છે.
બટેટા અને ટમેટાની પેસ્ટ- બટેટા અને ટમેટાનું પેસ્ટ બનાવો અને ટેનિંગ સ્કિન પર પર લગાવો. વિટામિન C થી ભરપૂર આ પેસ્ટ ત્વચાની ટેનિંગ દૂર કરવામાં મદદરૂપ છે.
દૂધ અને મધ મોઇશ્ચરાઇઝર- દૂધમાં મધ ભેળવીને મસાજ કરો. દૂધ ત્વચાને પોષણ આપે છે અને મધ ત્વચાને સોફ્ટ બનાવે છે. નિયમિત ઉપયોગથી કાળાશ ઘટે છે.
એલોવેરા જેલ અને લીબું જ્યૂસ- એલોયેરા જેલમાં થોડું લેમન જ્યૂસ ભેળવીને લગાવો. આ મિશ્રણ ત્વચા ઠંડક આપે છે અને ટેનિંગ દૂર કરે છે.(નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)