
બેંકો હોમ લોન પર પ્રોસેસિંગ ફી વસૂલે છે. તે લગભગ અડધા ટકાથી લઈને 1 ટકા સુધીની છે. કેટલીક બેંકો તેને માફ પણ કરે છે, જેમ કે SBI હાલમાં શૂન્ય પ્રોસેસિંગ ફી પર હોમ લોન આપી રહી છે. લોન લેતા પહેલા તમારે નક્કી કરવું પડશે કે પ્રોસેસિંગ ફી તમારા ખિસ્સાને નુકસાન નહીં પહોંચાડે. આ ફીની ગણતરી કર્યા પછી જ લોન માટે હા કહો.

લોનમાં ઘણા છુપાયેલા ચાર્જ હોય છે જે અગાઉ જાહેર કરવામાં આવતા નથી. લોકોને પાછળથી ખબર પડે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. આમાં કાનૂની ફી, તકનીકી મૂલ્યાંકન ફી, ફ્રેન્કિંગ ફી, ડોક્યુમેન્ટેશન ફી, જ્યુડિકેશન ફી, નોટરી ફી, લોન પ્રીપેમેન્ટ ફી, સ્વિચ ફી વગેરે જેવા ઘણા ચાર્જીસનો સમાવેશ થઈ શકે છે. આ ફી તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે.આથી તમારે આ અંગે પહેલા જ તમામ જાણકારી મેળવી લેવી જરુરી છે.

એવું કહેવાય છે કે જેની આર્થિક સ્થિતિ મજબૂત હોય તેમને જ લોન મળે છે. જ્યારે બેંક લોન આપે છે ત્યારે તે તમારી આર્થિક સ્થિતિને જોવે છે, તમે બેંકમાં જે પણ કાગળ કે ગીરો જમા કરો છો, તે મિલકતની કિંમત જોઈને જ લોન આપવામાં આવે છે. આર્થિક સ્થિતિ સ્થિર થયા પછી જ લોનની રકમ નક્કી કરવામાં આવે છે. લોનની દુનિયામાં, ફક્ત તે જ રાજા છે જેની પાસે સારો ક્રેડિટ સ્કોર છે. ક્રેડિટ સ્કોરનો અર્થ એ છે કે તમે લીધેલી લોન તમે કેટલી ઝડપથી ચૂકવી શકો છો. જો લોન કોઈપણ વિલંબ અને ડિફોલ્ટ વગર પરત કરવામાં આવે તો જ ક્રેડિટ સ્કોર સુધરે છે. જો ક્રેડિટ સ્કોર 750 થી ઉપર છે તો તે સારું માનવામાં આવે છે. તેના આધારે લોન ઝડપથી મળી જાય છે. જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોય તો પણ તમે લોન મેળવી શકો છો પરંતુ સમસ્યાઓ થાય છે.