કાચી ડુંગળી ખાધા પછી મોઢામાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો તો અપનાવો આ ઉપાય

|

Jan 11, 2022 | 5:49 PM

મોટાભાગના લોકો જમવાની સાથે કાચી ડુંગળી (Onion) ખાવાનું પસંદ કરે છે ડુંગળી સ્વાદમાં વધારો કરે છે પરંતુ ખાધા પછી મોઢામાંથી દુર્ગંધ આવે છે. મોંમાંથી દુર્ગંધ આવવાની આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે આ 5 ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકો છો.

1 / 5
એપલ સાઇડર વિનેગરઃ એપલ સાઇડર વિનેગર જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, તે શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવામાં પણ અસરકારક છે. ડુંગળી ખાધા પછી મોઢામાં આવતી દુર્ગંધને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તમારે માત્ર એક ચમચી એપલ સાઇડર વિનેગરને થોડા પાણીમાં નાંખીને પીવું જોઈએ. જો તમે ઈચ્છો તો તેના કોગળા પણ કરી શકો છો.( Symbolic photo)

2 / 5
એલચી : મોંની દુર્ગંધ દૂર કરવી હોય તો મનમાં સૌથી પહેલો વિચાર એલચીનો જ આવે છે. એલચી સ્વાસ્થ્ય માટે પણ સારી માનવામાં આવે છે. જો કે એલચી ચાવવાથી મોંની દુર્ગંધ દૂર થઈ જાય છે, પરંતુ તમે તેને પાણી બનાવીને પી શકો છો. એલચીનું પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.( Symbolic photo)

3 / 5
કોથમીર : તે મોઢાની દુર્ગંધને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. કોથમીર ખાધા પછીમોઢાની દુર્ગંધ દૂર થઈ જશે આ સાથે જ તમે તાજગીનો અનુભવ કરશો. જો તમારે લીલી કોથમીર ખાવાની ઈચ્છા હોય તો તેના કેટલાક પાન લઈને તેને ધોઈને થોડીવાર મોંમાં રાખી ચાવો. બાદમાં પાણીથી કોગળા કરી લો.( Symbolic photo)

4 / 5
તાજા ફળો: કાચી ડુંગળી ખાધા પછી મોઢામાં દુર્ગંધ આવે છે. આ સ્થિતિમાં લોકો ઘણીવાર શરમજનક સ્થિતિમાં હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે તાજા ફળોનું સેવન કરી શકાય છે. રિપોર્ટ્સ અનુસાર તાજા ફળો ખાવાથી મોઢામાં રહેલી સલ્ફરની દુર્ગંધ ઓછી થવા લાગે છે. ( Symbolic photo)

5 / 5
ફુદીનો: તે માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સુધરે છે. કાચી ડુંગળીની દુર્ગંધ દૂર કરવા માટે ભોજન ખાધા પછી ફુદીનાનું પાણી બનાવીને પીવો. આમાં તમે વરિયાળીને મિક્સ કરીને પણ ઉકાળી શકો છો.( Symbolic photo)

Published On - 9:34 am, Tue, 11 January 22

Next Photo Gallery