બરફ પાણીમાં તરે છે, પરંતુ દારૂમાં નાખતા જ કેમ ડૂબી જાય છે ? મળી ગયો જવાબ

|

Mar 23, 2024 | 5:58 PM

દારૂ પીવો હાનિકારક હોવા છતાં, ઘણા લોકો તેને પીવે છે. તમે જોયું હશે કે ઘણીવાર જ્યારે બરફને દારૂમાં નાખવામાં આવે છે, ત્યારે તે ડૂબી જાય છે. જ્યારે પાણીમાં તરવા લાગે છે. દારૂમાં બરફ શા માટે ડૂબી જાય છે તે એક આશ્ચર્યજનક પ્રશ્ન છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આવું કેમ થાય છે.

1 / 5
ઉનાળાની ઋતુ આવી ગઈ છે. ત્યારે હવે બરફનો ઉપયોગ વધુ થશે. દારૂ પીવો હાનિકારક હોવા છતાં, ઘણા લોકો તેને પીવે છે. તમે જોયું હશે કે ઘણીવાર જ્યારે બરફને દારૂમાં નાખવામાં આવે છે, ત્યારે તે ડૂબી જાય છે, પરંતુ પાણીમાં તે તરવા લાગે છે.

2 / 5
દારૂમાં બરફ શા માટે ડૂબી જાય છે તે એક આશ્ચર્યજનક પ્રશ્ન છે. જ્યારે તમે દારૂમાં બરફ નાખો છો, ત્યારે તે કેટલાક વૈજ્ઞાનિક કારણોસર ડૂબી જાય છે. ચાલો તમને જણાવીએ કે આવું કેમ થાય છે.

3 / 5
આવું ઘનતાને કારણે થાય છે. જ્યારે કોઈ પદાર્થની ઘનતા પ્રવાહી કરતા વધારે હોય છે, ત્યારે તે પ્રવાહીમાં ડૂબી જાય છે. તો જ્યારે પદાર્થની ઘનતા ઓછી થાય છે, ત્યારે તે પ્રવાહીમાં તરવા લાગે છે. બરફના ડૂબવા અને તરવા પાછળ પણ આ વૈજ્ઞાનિક કારણ છે.

4 / 5
તમને જણાવી દઈએ કે બરફની ઘનતા 0.917 પ્રતિ ઘન સેન્ટીમીટર છે અને પાણીની ઘનતા 1.0 પ્રતિ ઘન સેન્ટીમીટર છે, જ્યારે આલ્કોહોલ (દારૂ)ની ઘનતા 0.789 પ્રતિ ઘન સેન્ટીમીટર છે.

5 / 5
આ ડેટા પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બરફની ઘનતા (0.917) પાણીની ઘનતા (1.0) કરતાં ઓછી છે, પરંતુ દારૂની ઘનતા (0.789) કરતાં વધુ છે. આ જ કારણ છે કે બરફ પાણીમાં તરે છે અને દારૂમાં ડૂબી જાય છે. (Image : pexels)

Published On - 5:32 pm, Mon, 18 March 24

Next Photo Gallery