
ત્રીજી મેચમાં ટીમની બોલિંગમાં ફેરફાર થઈ શકે છે. કુલદીપ યાદવે હજુ સુધી મેચ રમી નથી. કુલદીપના ફોર્મ પર કોઈને કોઈ શંકા નથી પરંતુ ટી-20માં રવિ બિશ્નોઈને તેના કરતા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

બોલિંગ વિભાગમાં દુનિયાના નંબર 1 બોલર T20 ફોર્મેટમાં અફઘાનિસ્તાનનો સ્ટાર ખેલાડી રાશિદ ખાન છે. તે 692 અંક ધરાવે છે. શ્રીલંકાનો વાનિન્દુ હસરંગા 679 અંક સાથે બીજા સ્થાને છે. જ્યારે આદિલ રાશિદ એટલા જ અંક સાથે ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને 677 અંક સાથે મહિષ તિક્ષાના છે. જેના બાદ રવિ બિશ્નોઈનુ સ્થાન છે. વર્તમાન પ્રદર્શન જાળવી રાખી દક્ષિણ આફ્રિકામાં બોલિંગ કરશે તો બિશ્નોઈને માટે હજુ સ્થાનમાં સુધારો થઈ શકશે.