આ 10 બોલર્સની T20 ક્રિકેટમાં છે ‘ધાક’, ICCની ટોપ ટેન યાદીમાં કોણ છે સામેલ, જાણો

|

Nov 24, 2023 | 4:04 PM

વનડે વિશ્વકપ સમાપ્ત થવા સાથે જ હવે વિશ્વભરની ક્રિકેટ ટીમો અને ખેલાડીઓ દ્રીપક્ષીય ટૂર્નામેન્ટ અને લીગ મેચ માટેની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે. તો ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો T20 સિરીઝમાં વ્યસ્ત બની છે. ક્રિકેટમાં T20 ફોર્મેટ તરફ ક્રિકેટ રસિયાઓનુ જબરદસ્ત આકર્ષણ જોવા મળતુ હોય છે. આ ફોર્મેટમાં બોલરોની વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાનનો રાશીદ ખાન હાલમાં સૌથી આગળના સ્થાને છે.

1 / 11
T20 ક્રિકેટમાં બેટર્સની આક્રમકતા અને બોલર્સની શિકારી જેવી રમત જરુરી છે. આ પ્રકારનુ ઝનૂન જ ટીમને જીત અપાવી શકે છે. બોલર્સની વાત કરવામાં આવે તો વિશ્વના ટોપ ટેન બોલર્સમાં ભારતના એકેય બોલરનો સમાવેશ જોવા મળતો નથી. તો બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમનો રાશિદ ખાન ટોચ પર છે.

2 / 11
રાશિદ ખાનની વાત કરવામાં આવે તો તે ક્રિકેટમાં હાલ ડંકો વગાડી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હોય કે, પછી લીગ ક્રિકેટ તેની બોલબોલા ચાલી રહી છે. રાશિદ આંતરરાષ્ટ્રીય 82 T20 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 130 વિકેટ પોતાના નામે કરી છે. તેણેમ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન 3 રન આપીને 5 વિકેટ મેળવ્યાનુ નોંધાવ્યુ છે. તેની ઈકોનોમી પણ 6.16ની  છે. તે આઈસીસી રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 બોલર છે.

3 / 11
શ્રીલંકાના બોલરો પણ બોલિંગમાં સારુ પ્રદર્શન ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં કરી રહ્યા છે. વાનિન્દુ હસારંગા પણ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે અને તે આઈસીસીની ટોપ ટેન યાદીમાં બીજા સ્થાને છે. તે 52 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમીને 91 વિકેટ પોતાને નામે કરી ચૂક્યો છે. તેણે 9 રન ગુમાવીને 4 વિકેટ ઝડપવાનુ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડને આઈસીસી તાજેતરમાં જ સસ્પેન્ડ કર્યુ છે.

4 / 11
ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ પણ આ યાદીમાં ત્રીજા ક્રમે છે. આદિલ 99 મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 98 વિકેટ પોતાના નામે કરી છે. આદિલ રાશીદ લેગબ્રેક બોલિંગ કરે છે અને બેટર્સને તે પોતાની જાળમાં ફસાવવામાં કાબેલ છે.

5 / 11
માહિશ તિક્ષણા આઈસીસીની યાદીમાં ચોથા ક્રમનો બોલર છે. તે 38 મેચ રમી ચૂક્યો છે અને આ દરમિયાન 34 શિકાર ઝડપી ચૂક્યો છે. માહિશની બોલિંગ ઈકોનોમી 6.66ની છે. તે રાઈટ આર્મ ઓફ બ્રેક બોલિંગ કરે છે.

6 / 11
ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ આ યાદીમાં પાંચમાં ક્રમે છે. હેઝલવુડ 670 રેટિંગ સાથે આ ક્રમે છે. હેઝલવુડ તેની અંતિમ મેચ ગત વર્ષે રમ્યો હતો. તેણે 41 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમીને 58 વિકેટ પોતાને નામે કરી છે. તેની ઈકોનોમી આ ફોર્મેટમાં 7.68ની રહી છે.

7 / 11
ઈંગ્લેન્ડનો લેફ્ટ આર્મ મીડિયમ પેસર બોલર સેમ કુરન આ ફોર્મેટમાં 2019 થી રમી રહ્યો છે. આઈસીસીની આ યાદીમાં તે છઠ્ઠા ક્રમનો બોલર છે. તેણે 41 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમીને 43 વિકેટ ઝડપી છે. કુરનની બોલિંગ ઈકોનોમી 7.67ની રહી છે.

8 / 11
અફઘાનિસ્તાનનો 23 વર્ષનો લેફ્ટ આર્મ મીડમય ફાસ્ટ બોલર ફઝલહક ફારુકી આ યાદીમાં કુરન બાદ સાતમા ક્રમે આ યાદીમાં સ્થાન ધરાવે છે. તે 24 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમીને 27 વિકેટ પોતાના નામે ધરાવે છે. તેની ઈકોનોમી 6.50 છે.

9 / 11
એડમ ઝંપા આ યાદીમાં 8માં ક્રમે સ્થાન ધરાવે છે. લેગ બ્રેક ગુગલી બોલિંગ કરતો ઓસ્ટ્રેલિયન બોલર 73 મેચ રમી ચુક્યો છે. આ દરમિયાન તેણે 82 વિકેટ પોતાના ખાતામાં નોંધાવી છે. તે 6.98ની ઈકોનોમી ધરાવે છે.

10 / 11
મુઝીબ ઉર રહેમાન અફઘાનિસ્તાનની ટીમનો એક મહત્વનો બોલર છે. આ ખેલાડી બોલિંગમાં 9માં ક્રમે છે. તે 656 રેટિંગ ધરાવે છે અને ઓસ્ટ્રેલિયાના ઝંપા બાદ આ સ્થાને સામેલ છે.રાઈટ આર્મ ઓફ બ્રેક બોલિંગ કરતો રહેમાન 43 મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 56 વિકેટ ઝડપી છે. તેની ઈકોનોમી પણ 6.28ની છે.

11 / 11
વેસ્ટ ઈન્ડિઝની ટીમના હાલ આમ તો ઠીક નથી. પરંતુ તેમનો બોલર અકીલ હુસેન આઈસીસીની ટોપટેન બોલરની યાદીમાં સ્થાન મેળવી શક્યો છે. સ્લો લેફ્ટઆર્મ બોલિંગ કરતા હુસેને 38 મેચ રમી છે. જેમાં તેણે 57 વિકેટ ઝડપી છે. તેની ઈકોનોમી પણ જબરદસ્ત છે. તે 4.84ની ઈકોનોમી ધરાવે છે.

Published On - 10:02 pm, Wed, 22 November 23

Next Photo Gallery