6 એરબેગ્સ સાથે આવે છે Hyundai-Marutiની આ કાર, કિંમત 7 લાખથી પણ ઓછી
જો તમે નવા વર્ષ પહેલા કાર ખરીદવા માંગતા હોવ તો સેફ્ટી ફીચર્સ તમારા મગજમાં હોવા જોઈએ. અમે તમને એવી કાર વિશે જણાવીશું જે 6 એરબેગ સાથે આવે છે, જેની કિંમત પણ 7 લાખથી ઓછી છે.
1 / 6
જો તમે નવા વર્ષ પહેલા કાર ખરીદવા માંગતા હોવ તો સેફ્ટી ફીચર્સ તમારા મગજમાં હોવા જોઈએ. અમે તમને એવી કાર વિશે જણાવીશું જે 6 એરબેગ સાથે આવે છે, જેની કિંમત પણ 7 લાખથી ઓછી છે. કાર કંપનીઓ પણ હવે ડ્રાઈવરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાર બનાવી રહી છે અને સ્ટાન્ડર્ડ એરબેગ્સ પૂરી પાડી રહી છે.
2 / 6
હ્યુન્ડાઈ કંપનીની કાર Hyundai Grand i10 Nios મજબૂત સેફ્ટી ફીચર્સ અને સસ્તી કિંમત સાથે એક શાનદાર કાર છે. આ કાર ભારતીય બજારમાં 6 એરબેગ્સ સાથે આવે છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 5.92 લાખ રૂપિયા છે. એરબેગ્સની સાથે કારનું એન્જિન પણ શાનદાર છે.
3 / 6
મારુતિ કંપની પોસાય તેવી કિંમતે તેની લક્ઝુરિયસ સેડાન કાર માટે જાણીતી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપની તેના ફેમસ Swift કાર વેરિઅન્ટ LXi, VXi, VXi (o), ZXi, ZXi+ અને ZXI+ ડ્યુઅલ ટોનમાં 6 એરબેગ્સની સુવિધા આપી રહી છે.
4 / 6
એરબેગ્સ ઉપરાંત કારમાં હિલ હોલ્ડ કંટ્રોલ અને ESP જેવા ઘણા ફીચર્સ પણ મળશે. જો આપણે મારુતિ ન્યુ જનરેશન સ્વિફ્ટ વિશે વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 6.49 લાખ રૂપિયા છે. કારનું એન્જિન પણ પાવરફુલ છે. સ્વિફ્ટનું પેટ્રોલ એન્જિન 80 bhpનો પાવર અને 112 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
5 / 6
મારુતિ સુઝુકીની નવી Dezire પણ સેફ્ટી ફીચર્સને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવી છે. કારમાં રિયર પાર્કિંગ સેન્સર, 360 ડિગ્રી કેમેરા અને 6 એરબેગ્સ સુરક્ષા ફીચર્સ તરીકે છે. ન્યૂ જનરેશન ડિઝાયરની એક્સ-શોરૂમ કિંમત 6.79 લાખ રૂપિયા છે. કારમાં 1.2 લિટર 3 સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, જે 80 bhpનો પાવર અને 112 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.
6 / 6
સેફ્ટિ માટે Hyundaiની Exeter કારમાં પણ 6 એરબેગ્સ આપવામાં આવી છે. આ સિવાય કારમાં EBD સાથે ABS, સેન્ટ્રલ લોકિંગ, ડ્રાઈવર સીટની ઊંચાઈ એડજસ્ટમેન્ટ સહિતની ઘણી સુવિધાઓ છે. કારની એક્સ-શોરૂમ કિંમત 6.13 લાખ રૂપિયા છે અને તેમાં 1.2 પેટ્રોલ એમટી એન્જિન પણ છે.