પતિ હોય તો આવો! પત્નીને જન્મદિવસ પર ગિફ્ટ કરી દીધો ચાંદનો ટુકડો, 1 એકર જમીન આપી ભેટમાં

રાજકોટના ચેતનભાઈ જોષીએ કહ્યું કે મારા પત્નીને તેના જન્મદિવસ પર ખુશ કરવા માટે મારે તેને કંઈક નવી ગિફ્ટ આપવી હતી. જેથી વિચાર્યું કે બાઈક, કાર, ઘર, કપડા સહિતની વસ્તુઓ તો લોકો ગિફ્ટમાં આપતા જ હોય છે.પણ મારે કંઈક નવુ કરવુ હતું.જેથી મે મારી પત્નીને ચંદ્ર પર જમીન ખરીદીને ભેટમાં આપી છે.

| Edited By: | Updated on: Aug 26, 2023 | 8:08 AM
4 / 5
જો 1એકર જમીનની વાત કરવામાં આવે તો ચંદ્ર પર એક એકર જમીનની કિંમત અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયા છે.ત્યારે ચેતનભાઈએ પોતાની પત્નીને 1એકર જમીન ચંદ્ર પર ખરીદીને ગીફ્ટમાં આપી છે.સમગ્ર મામલે ચેતનભાઈ જોષીના પત્ની ખુશીબેને પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મને આ વિશે કંઈ ખબર જ ન હતી.મને અચાનક કોલ આવ્યો મારા પતિનો કે તુ શોપ પર આવી જા તારૂ કામ છે.

5 / 5
જેથી ખુશીબેન તરત જ ચેતનભાઈની શોપ પર પહોંચી ગયા હતા.. ત્યારે ચેતનભાઈએ હરખ સાથે ખુશીબેનને કહ્યું કે તારા માટે મે ચંદ્ર પર જમીન ખરીદી છે.તો થોડીવાર માટે તો ખુશીબેન માન્યા જ નહીં.પણ જ્યારે તમામ કાગળો ખુશીબેનને હાથમાં આપવામાં આવ્યા તો તેની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો.પતિની આ સરપ્રાઈઝ જોઈને ખુશીબેનની ખુશીને અત્યારે ચાર ચાંદ લાગી ગયો છે.

Published On - 11:54 am, Fri, 25 August 23