Surat: કલા, કાર્યક્રમો અને ફૂડનો જલસો રહ્યો હુનર હાટમાં, આ જોરદાર તસ્વીરો જોઇને તમે પણ થઇ જશો રોમાંચિત

Surat: સુરતમાં 10 દિવસ સુધી ચાલેલ હુનર હાટનું સમાપન થયું છે. ચાલો જોઈએ આ કાર્યક્રમની ભવ્ય તસ્વીરો, અને તેના વિશે માહિતી મેળવીએ.

| Edited By: | Updated on: Dec 21, 2021 | 6:56 AM
4 / 7
40 લોકોની ટીમ સ્થળની નજીક પાર્કિંગની અલગ જગ્યા ગોઠવવામાં રોકાયેલી હતી. હુનર હાટમાં સ્ટોલની 8 લેનમાં, એક ગલી દીઠ વ્યવસ્થામાં આયોજક સમિતિના 10-10 લોકો હાજર હતા.

5 / 7
વિશ્વકર્મા વાટિકા, મેરા ગાંવ મેરા દેશ, બાવરચીખાના વિભાગમાં 30 લોકોની ત્રણ ટીમ વ્યવસ્થામાં રોકાયેલી હતી. વનિતા વિશ્રામ કોલેજની 20 વિદ્યાર્થીનીઓ હુનર હાટમાં સ્વયંસેવકો તરીકે સક્રિય હતી. માસ્ક અને સેનિટાઈઝરની ખાસ કાળજી રાખવામાં આવી હતી. જેઓ માસ્ક વગરના મળી આવ્યા હતા તેઓને આયોજકો દ્વારા માસ્ક આપવામાં આવ્યા હતા અને જગ્યાએ જગ્યાએ સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરાથી પણ સતત દેખરેખ રાખવામાં આવી હતી

6 / 7
હુનર હાટનું પ્લેટફોર્મ સર્કસની સમૃદ્ધ કલાને પુનર્જીવિત કરવા અને તેની વિલીન થતી વિશ્વસનીયતાને પુનઃસ્થાપિત કરવા માટે પ્રદાન કરવામાં આવ્યું હતું. સર્કસના કલાકારોએ અદ્દભુત પરાક્રમો કરીને સુરતવાસીઓનું મનોરંજન કર્યું હતું. સાંજે સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના દિગ્ગજ કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. સુરેશ વાડેકર, પંકજ ઉધાસ, અમિત કુમાર, સુદેશ ભોસલે, અલ્તાફ રાજા, ભૂમિ ત્રિવેદી અને અન્નુ કપૂર જેવી બોલીવુડની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

7 / 7
ઐતિહાસિક સીરીયલ મહાભારતનું પ્રસિદ્ધ અભિનેતા પુનીત ઇસાર, ગૂફી પેન્ટલ, સુરેન્દ્ર પાલ અને અન્ય કલાકારો દ્વારા જીવંત મંચન કરવામાં આવ્યું હતું. કૌશલ કુબેરોન દ્વારા હસ્તકલા, ભોજન અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કુંભ હુનર હાટમાં સમગ્ર ભારતની ઝલક જોવા મળી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારતનું અનોખું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન 'આત્મનિર્ભર ભારત' અને 'લોકલ ફોર વોકલ'ને મજબૂત કરવા માટે, કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયે મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની દેખરેખ હેઠળ દેશભરમાં હુનર હાટનું આયોજન કર્યું છે. સુરતમાં આયોજિત થનારી આ 34મી હુનર હાટ હતી. હુનર હાટ 2016 માં શરૂ કરવામાં આવી હતી અને આ યાત્રા આગળ પણ ચાલુ રહેશે.