
હૃતિકની પ્રોફેશનલ લાઈફની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે. આ ફિલ્મમાં હૃતિક સાથે દીપિકા પાદુકોણ છે. ફેન્સ આ બંને સ્ટાર્સને લાંબા સમયથી સાથે કામ કરતા જોવા માંગતા હતા. હાલમાં જ આ ફિલ્મ સાથે અનિલ કપૂર પણ જોડાયો છે.

આ સિવાય હૃતિકે આ વર્ષે જૂનમાં ક્રિશના 15 વર્ષ પૂરા થવા પર ક્રિશ 4ની જાહેરાત કરી હતી. આ વખતે ફિલ્મમાં હૃતિક ખતરનાક સ્ટંટની સાથે એક ગીત પણ ગાશે.