
તે પછી એપ ખોલો અને ઓન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો અને પેકને તમારા WhatsAppમાં ઉમેરો. મોટાભાગની એપ્લિકેશન્સમાં સ્થિર અને એનિમેશન સ્ટીકરો સહિત વિવિધ પ્રકારના સ્ટીકર હોય છે. આમાંથી કોઈપણ તમારી જરૂરિયાત મુજબ પસંદ કરી શકાય છે.

આ પછી ફોનમાં હાજર વોટ્સએપને ઓપન કરો. આ પછી ગ્રુપ અને પર્સનલ ચેટ પર જાઓ, જેમાં તમે આ સ્ટિકર્સ મોકલવા માંગો છો. ઇમોજી બટન પર જાઓ અને સ્ટિકર્સ ટેબ પર ક્લિક કરો. આ પછી, તાજેતરમાં ઇન્સ્ટોલ કરેલું સ્ટીકર પેક દેખાશે.

પછી તમે જે સ્ટીકર પેકને સામેલ કરવા માંગો છો તેના પર ક્લિક કરો, પછી તમે જે સ્ટીકર મોકલવા માંગો છો તેના પર ક્લિક કરો. સ્ટીકરોની મદદથી તમે માત્ર રસપ્રદ સંદેશા જ નહીં મોકલી શકો પરંતુ તમારી શુભેચ્છા પાઠવવાની રીત પણ અનોખી હશે.