
આધારકાર્ડ પર સામાન્ય રીતે વ્યક્તિનું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને સરનામુ અપડેટ કરવામાં આવે છે. ત્યારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ કેટલી વાર આ માહિતી અપડેટ કરી શકાય તેની માહિતી આપી છે.

UIDAI અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે.

કોઈ પણ વ્યક્તિ તેના આધારકાર્ડમાં માત્ર 1 વાર જ જન્મતારીખ અપડેટ કરાવી શકે છે.

આધારકાર્ડમાં માત્ર એક વાર જ તમે જાતિ (Gender) અપડેટ કરી શકો છો. બીજી તરફ આધારકાર્ડમાં રહેઠાણનું સરનામુ અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી.

કોઈ પણ વ્યક્તિએ જો આધારકાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી. પરંતુ ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ જેવા બાયોમેટ્રિક અપડેટ્સ ઓનલાઈન બદલી શકાતા નથી.