રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા માટે કેટલી સીડીઓ ચઢવી પડશે ? જાણો કેટલા છે મંદિરના દરવાજા
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ રામ મંદિર 70 એકર જમીન પર બની રહ્યું છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા માટે કેટલી સીડીઓ ચઢવી પડશે તેમજ મંદિરના દરવાજા કેટલા છે.
અયોધ્યામાં બની રહેલા આ ભવ્ય રામ મંદિરમાં કુલ 36 દરવાજા હશે. આ દરવાજાઓમાંથી 18 દરવાજા ગર્ભગૃહના હશે. રામ મંદિર માટે લગાવવામાં આવતા તમામ દરવાજા સાગના લાકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે.
5 / 5
આ તમામ દરવાજા સોનાથી જડેલા હશે. એક દરવાજામાં કુલ 3 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે. આ દરવાજા હૈદરાબાદના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. દરવાજા પર ખાસ કોતરણી પણ કરવામાં આવી છે.