Honda Activa કે TVS Jupiter…કયું સ્કૂટર આપે છે વધુ માઈલેજ ?
Honda Activa અને TVS Jupiter બંને બજારમાં સૌથી વધુ વેચાતા સ્કૂટર છે. પરંતુ આ બે ટુ-વ્હીલરમાં કયું સ્કૂટર વધારે માઇલેજ આપે છે અને બંને સ્કૂટરની કિંમત કેટલી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
1 / 6
ભારતીય બજારમાં ઘણા પ્રકારના સ્કૂટર છે. પરંતુ લોકો મોટેભાગે એવા સ્કૂટર ખરીદવાનું પસંદ કરે છે જેની માઈલેજ સારી હોય અને કિંમતમાં પણ ઓછી હોય. Honda Activa અને TVS Jupiter સ્કૂટર આ બંને ટુ-વ્હીલર સૌથી વધુ વેચાતા સ્કૂટર છે.
2 / 6
Honda Activa સારી માઈલેજ આપતું ટુ-વ્હીલર છે. આ સ્કૂટરમાં 4-સ્ટ્રોક SI એન્જિન છે. આ સ્કૂટરના એન્જિન સાથે ઓટોમેટિક (V-matic) ટ્રાન્સમિશન પણ જોડાયેલ છે. એક્ટિવામાં લગાવેલ આ એન્જિન 5.77 kWનો પાવર આપે છે અને 8.90 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ હોન્ડા સ્કૂટરનું વ્હીલબેઝ 1260 mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 162 mm છે.
3 / 6
Honda Activa 51.23 kmplની માઈલેજ આપવાનો દાવો કરે છે. અમદાવાદમાં આ હોન્ડા સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 79,143 રૂપિયાથી શરૂ થાય છે અને 84,142 રૂપિયા સુધી જાય છે.
4 / 6
TVS Jupiterના એન્જિનની વાત કરીએ તો તેમાં સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક એન્જિન છે. સ્કૂટરમાં લાગેલું આ એન્જિન 6,500 rpm પર 5.9 kWનો પાવર આપે છે અને 5,000 rpm પર 9.8 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. આ ટુ-વ્હીલરમાં આગળના ભાગમાં 220 એમએમ ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં 130 એમએમ ડ્રમ બ્રેક્સ છે.
5 / 6
TVS Jupiterનું ARAI પ્રમાણિત માઇલેજ 53 kmpl છે. અમદાવાદમાં TVS Jupiterની એક્સ-શોરૂમ કિંમત 77,191 રૂપિયાથી શરૂ થાય છે અને 89,191 રૂપિયા સુધી જાય છે.
6 / 6
જો આપણે બંને સ્કૂટર Honda Activa અને TVS Jupiterની માઈલેજ જોઈએ તો બંને ટુ-વ્હીલરનું માઈલેજ 50 kmplની આસપાસ છે. આ સાથે બંને સ્કૂટરની કિંમતમાં પણ ખાસ તફાવત નથી. સ્કૂટરના દેખાવ અને રંગને ધ્યાનમાં રાખીને તમે તમારી પસંદ અનુસાર બેમાંથી કોઈપણ મોડલ ખરીદી શકો છો.