
જો તમારે માત્ર એક રૂપિયામાં દરવાજો સાફ કરવો હોય તો પહેલા તમારે પાણી ઉકાળવું પડશે અને એક રૂપિયાનું શેમ્પૂ તેમાં મિક્સ કરો. પછી તેમાં એક ટેબલસ્પૂન વિનેગર અને ખાવાનો સોડા ઉમેરો. પછી એક મોજું લો. તેને આ મિશ્રણમાં પલાળી દો અને તેનાથી દરવાજાને સાફ કરો. આ રીતે દરવાજો સાફ કર્યા પછી તે ફરી ક્યારેય બગડશે નહીં. તે હંમેશા નવા દરવાજાની જેમ ચમક આપશે.

તમે દરવાજો કેવી રીતે સાફ કરવો તે શીખ્યા. હવે જાણી લો તમારે કઈ વસ્તુથી દરવાજો સાફ ન કરવો જોઈએ. દરવાજો ક્યારેય લોખંડના સ્ક્રબરથી સાફ ન કરો. નહીતર દરવાજાની ડિઝાઇન ભૂંસાઈ જાય છે. તેમજ દરવાજો ખરબચડો બની જાય છે અને કદરૂપો દેખાવા લાગે છે. તેમજ દરવાજા પર નિશાનો પડી જાય છે અને રંગ પણ ઝાંખો પડી જાય છે.