ગરદન પર જામેલી ગંદકીને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાયો, જુઓ ફોટા
સામાન્ય રીતે આપણે ત્વચાને સારી રાખવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે.જેમાં આપણે ઘણી વાર ત્વાચાને સારી રાખવા માટે તેમજ મેલને દૂર કરવા માટે કેમિકલયુક્ત દવાનો પણ ઉપયોગ કરતા હોય છે. મોટાભાગના લોકોની ત્વચા સુંદર હોય છે. પરંતુ તેમની ગરદન કાળી અથવા તો ગંદકી જમા થઈ જતી હોય છે. તો ગરદનને યોગ્ય રીતે સાફ કરવી ખૂબ જ જરુરી છે. ગરદન ઉપરાંત હાથ પગના કાંડામાં પણ ગંદકી જામેલી જોવા મળે છે.જેને આપણે ઘરે જ સરળતાથી દૂર કરી શકીએ છીએ.
ગરદનની કાળાશ દૂર કરવા માટે ચણાના લોટમાં અડધી ચમચી લીંબુનો રસ, એક ચપટી હળદર અને દૂધ અથવા ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને ગરદન પર 15 મિનિટ સુધી લગાવો અને પછી ધોઈ લો.
5 / 5
તમે એક ચમચી ખાવાના સોડામાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને ગરદન પર લગાવો અને 10 મિનિટ સુધી રાખો. આ પછી, ગરદનને ભીના કપડાથી સાફ કરો. બેકિંગ સોડા ગળામાંથી ગંદકી અને મૃત ત્વચાના કોષોને દૂર કરે છે.