
હોળીના અવસરે બીએસએફના જવાનોએ પણ ઢોલ વગાડ્યા હતા. બોલિવૂડ ફિલ્મના ગીત રંગ બરસે પર ગાતી વખતે તેઓએ એકબીજા પર રંગો લગાવ્યા હતા. દરેક લોકો ખુશીથી નાચતા પણ જોવા મળ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના પુંછમાં સૈનિકોએ આ જ રીતે હોળીની ઉજવણી કરી છે. અહીં ભારતીય સેનાની દુર્ગા બટાલિયનના જવાનોએ એકબીજાની સાથે જોરદાર હોળી રમી હતી. સરહદ પર દેશની રક્ષા કરતી વખતે ખુશ થવાની આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહી છે.

હોળીને લઈને BSF દ્વારા એક ટ્વિટ પણ કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, તમામ દેશવાસીઓને ડાયરેક્ટર જનરલ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને તમામ બોર્ડર ગાર્ડ્સ તરફથી હોળીની શુભકામનાઓ.

BSF દ્વારા પણ આવી જ ઘણી વધુ ટ્વિટ કરવામાં આવી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હોળીના અવસર પર તમામને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું કે, તમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારાનું પ્રતીક રંગોનો આ તહેવાર તમારા જીવનમાં ખુશીઓના દરેક રંગ લઈને આવે.